લૂંટાવદર નજીક માલગાડી હડફેટે આવી જતા અજાણ્યા યુવકનું મોત

- text


પોલીસે મૃતદેહની ઓળખ કરવા તજવીજ હાથ ધરી

મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામ નજીક અજાણ્યો યુવક માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે મૃતદેહની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

- text

ગઈકાલે તા. 19ના રોજ મોરબી તાલુકાના બરવાળા અને પીપળીયા રેલ્વે સ્ટેશન વચ્ચે લુંટાવદર ગામની નજીક ફાટક નં-૫૭ પાસે એક અજાણ્યો પુરૂષ (ઉ.વ. આશરે ૨૫ વર્ષ) માલગાડી ટ્રેનની હડફેટે આવી ગયો હતો. આથી, તેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે મૃતદેહની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે. અને પોલીસ દ્વારા આ બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- text