માળીયા નજીક હાઇવે પર કન્ટેનર ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી ગયું

માળીયા : માળીયા હળવદ હાઇવે ઉપર સુરજબારીના પુલથી આગળ આવેલ ઓવરબ્રિજ પાસે આજે વહેલી સવારે એક કન્ટેનર પસાર થઈ રહ્યું હતું તે સમયે કન્ટેનર ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેન બેકાબુ બની ગયું હતું અને કન્ટેનર ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી ગયું હતું. જોકે આ અકસ્માતમાં સદનસીબે જાનહાની થઈ નથી. પરંતુ કન્ટેનર હાઇવે પર આડું પડી ગયું હોવાથી ટ્રાફિકજમ થયો હતો. આ બનાવની જાણ થતાં સુરજબારી નેશનલ હાઈવે પેટ્રોલીગ ટિમ અને નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ અને ક્રેન સ્થળ પર પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી કન્ટેનર હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.