જુના અંજીયાસરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, જ્યારે મોરબીમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના હળવદ રોડ પરથી એક શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વેચાણ અર્થે રાખેલો રૂ. 2,900નો દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે માળિયાના જુના અંજીયાસર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.

મોરબી તાલુકાના હળવદ રોડ પર પાર્થ હોટલની સામેથી હીતેષ ઉર્ફે વીપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા (ઉ.વ.-૩૩, રહે.મોરબી, કુબેર ટોકીઝ પાસે, શોભેશ્વર રોડ, મફતીયાપરા)ને પ્લા.ના બાચકાઓમાં ગે.કા. પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી ભરેલ બાચકા નંગ-૩, જે બાચકાઓમાં પ લીટરની ક્ષમતા વાળા બુંગીયા નંગ-૨૯, આશરે દેશી દારૂ લીટર-૧૪૫ (કિંમત રૂપીયા.૨૯૦૦/-) નો વેચાણ કરવાના ઇરાદે રાખવા સબબ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ ઉપરાંત, માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના જુના અંજીયાસર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ગઈકાલે તા. 16ના રોજ જુના અંજીયાસર ગામના નોતીયાર વાંઢ વિસ્તારમાં આરોપી ઇસ્માઇલ અબ્રાહમભાઇ મોવરના ઘરની પાછળ આવેલ વોકળાના કાંઠેથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ બનાવમાં પોલીસે ગે.કા.પાસ, પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ ગાળવાની ચાલુ બેરલની ભઠ્ઠીનો ગરમ આથો લીટર-૧૦૦ (કિ.રૂ.૨૦૦/-), ઠંડા આથાના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-૨ મા ઠંડો આથો લીટર ૪૦૦ (કિ.રૂ.૮૦૦/-) તથા દેશી દારૂ લી-૨૫ (કિ.રૂ.- ૫૦૦) મળી કુલ કિ.રૂ. ૧૫૦૦/- ના મુદામાલ કબ્જે કર્યો છે. રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર નહિ હોવાથી પોલીસે આરોપીની શોધખોળ ચાલુ કરી છે. તેમજ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.