મોરબીના મહેન્દ્રનગર ગામે રોડના કામમાં અડચણરૂપ દબાણો હટાવવાની માંગ

સ્થાનિક લોકોએ તલાટી મંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે રોડની કામગીરી કરવામાં આવી રહી છે. પણ રોડની કામગીરીમાં વચ્ચે રહેલા દબાણો અવરોધરૂપ હોવાથી સ્થાનિક લોકોએ તલાટી મંત્રીને રજુઆત કરીને રોડના કામમાં અડચણરૂપ દબાણો હટાવવાની માંગ કરી હતી.મોરબીના મહેન્દ્રનગર ગામે મેઈન શેરીમાં પેવર બ્લોકથી રોડ બનાવવાનું કામ ચાલુ છે. આ રસ્તો જે બિનખેતીમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે આ રસ્તા પર બંધ હાલતમાં ડંકી હોય અને તે ડંકી પર અમુક શખ્સો દ્વારા રસ્તા પર દબાણ કરવામાં આવ્યું છે અને વૃક્ષ વચ્ચોવચ્ચ હોય, જે કાયમને માટે નડતર રૂપ હોય તેમજ તક્ષશીલા સ્કૂલ અને સારથી સ્કૂલને જોડતો આ રસ્તો હોય તેથી કાયમને માટે તયા ટ્રાફિકની સમસ્યા છે. જેથી, જે કાયદેસરનો રસ્તો હોય તે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામ લોકો દ્વારા આજે તલાટી મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.