મોરબી સુમરા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ તથા વિશેષ વ્યક્તિઓનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબી ખાતે સુમરા સમાજ રિલીફ કમીટીના આયોજકો દ્વારા કોરોના મહામારીને કારણે સમાજના વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઈને માર્ચ-૨૦૨૦ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સુમરા સમાજ રિલીફ કમિટી મોરબીના પ્રમુખ અબ્દુલભાઇ બુઢાભાઈ સુમરા, ઇકબાલભાઈ અલીયાસભાઈ, કાસમભાઈ તૈયબભાઈ, કાસમભાઈ હાજીભાઈ તેમજ હાજીભાઈ અસમાલભાઈ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તથા રિલીફ કમિટીના આયોજકો દ્વારા સુમરા સમાજના માર્ગદર્શન હેઠળ કોરોના જેવી બીમારીમાં રાષ્ટ્ર નિર્માણ માટે સુમરા સમાજના નોકરિયાત વ્યક્તિઓને, સમાજ સેવકોને તેમજ વડીલોને પણ સમાજ દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં રીલીફ કમીટીના આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

- text

- text