મોરબી : કાર અને સ્કુટર વચ્ચે અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નટરાજ ફાટક નજીક કાર અને સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાજપ અગ્રણીના આશાસ્પદ યુવાન પુત્રને ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

- text

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 11ના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ મોરબી તાલુકા ભાજપના ઉપપ્રમુખ તેમજ ત્રાજપર પંચાયતના પૂર્વ ઉપસરપંચ અને મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય વિક્રમભાઈ ગોલતરનો પુત્ર નયન વિક્રમભાઇ ગોલતર (ઉ.વ. 21, રહે. એસાર પંપની પાસે, ત્રાજપર, મોરબી) એક્ટિવામાં જતા હતા. ત્યારે તેમના એક્ટિવાને હુંડાઈ એસન્ટ કાર નંબર જીજે ૩ સીઆર ૯૯૪૧ ના ચાલકે હડફેટે લીધુ હતુ.

આ બનાવમાં નયનભાઈને માથા તથા શરીરના ભાગે જીવલેણ ઇજાઓ થતાં તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાનમાં મોત નિપજયું હતું. આ બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text