હરીપર નજીક કારે બાઇકને હડફેટે લેતા એકનું સારવાર દરમિયાન મોત

- text


પોલીસે આરોપીની શોધખોળ આદરી

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

- text

માળીયા (મી.) તાલુકાના નેશનલ હાઇવે રોડ પર હરીપર ગામના પાટિયા પાસે ગઈકાલે તા. 5ના રોજ રાત્રીના આઠેક વાગ્યા આસપાસ બોલેરો નં. GJ-12-BW-3513ના ચાલકે કારને દુલેસીંગ ડુંગરસીંગ પરમાર (ઉ.વ.૪૪, ધંધો-મજુરી, રહે-હાલ દેવસોલ્ટ હરીપર ગામ)ના મોટર સાયકલ હિરો હોન્ડા CD-110 નં. GJ-36-A-7465 સાથે પાછળથી ભટકાડી દીધી હતી. જેના કારણે બાઈકમાં પાછળ બેસેલા પ્રવિણ શંભુભાઇ તીવારી (રહે- દેવ સોલ્ટ હરીપર) ગબડી ગયા હતા. જેથી, તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં માળીયાની સરકારી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગઈકાલે બાઇકચાલક દુલેસીંગએ કારચાલક વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કારચાલકની શોધખોળ આદરી છે.

- text