અજીતગઢમાં યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

- text


હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં એક યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

અજીતગઢ ગામમાં રહેતા 27 વર્ષીય દીલીપભાઇ રામજીભાઇ ઉર્ફે રમેશભાઇ લોરીયા એ ગઈકાલે તા. 5ના રોજ પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text