મોરબી : તસ્કરો ઘરમાં ઘુસી રોકડ-દાગીના સહિતની માલમત્તા ઉસેડી ગયા

- text


મકાન માલિકની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે તસ્કરોનો ઝડપી લેવાની તપાસ હાથ ધરી

મોરબી : મોરબીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં મોરબીમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો રૂ. 1.60 લાખની માલમતા ઉસેડી ગયા હતા. આ ચોરીના બનાવ અંગે મકાન માલિકની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે તસ્કરોનો ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર કુબેરનગરની પાસે આવેલ રામનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજમાલપીરારી છપરા બિહારના વતની શ્રીઅભીતોશભાઈ શ્રીપશુંપતિસિંહ રાજપૂતના મકાનમાં ગત તા.13 ના રોજ રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો તેમના મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશીને રસોઈ રૂમના ડબ્બામાં રાખેલા રૂ. 80 હજાર રોકડા તેમજ સોનાના દાગીના મળીને કુલ રૂ. 1.60 લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

- text

બાદમાં મકાન માલિકને આ ચોરીના બનાવની જાણ થતાં તેમણે એ ડિવિજન પોલીસે આ બનાવથી વાકેફ કર્યા હતા. આથી, એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. તેમજ મકાન માલિક અભીતોશભાઈ શ્રીપશુંપતિસિંહ રાજપૂતે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા રાબેતા મુજબની કવાયત હાથ ધરી છે.

- text