માળીયા (મી.)ના ખીરસરાથી મોટા દહીંસરા સુધીના રસ્તાની હાલત અતિ ગંભીર

- text


માળીયા (મી.) : માળિયા-મિયાણાના ખીરસરાથી મોટા દહિસરા જતો રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બાબતે ખીરસરા ગામના પૂર્વ સરપંચ ભગુભાઈ બોરીચા એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ થયા બોડકીથી મોટા દહીસરા હાઇવે ટચ થતો ગ્રામ્ય વિસ્તારના રસ્તાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે. ભગુભાઈઍ વધુ જણાવ્યું હતું કે બોડકી ગામથી ખીરસરા ગામ સુધીનો ડામર પટ્ટી રસ્તો બની ગયો છે. જ્યારે બાકી રહેતો ખીરસરા ગામથી મોટા દહીસરા ગામ સુધીનો રસ્તામાં મેટલ કામ કરી ઉપર કાંકરા પાથરી દેવામાં આવ્યા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સામેથી કોન્ટ્રાક્ટરો દ્વારા જવાબ મળી રહ્યો છે કે મજૂર અને અન્ય કામમાં વ્યસ્તતાના કારણે હાલનું કામ બંધ છે. જેવા બહાના બતાવીને છેલ્લા બે વર્ષ થયા રોડની હાલત દયનીય બની રહેવા પામી હતી.

- text

ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસું ચાલી રહ્યું છે. ગ્રામ્ય લોકોને ફરજિયાત એ રસ્તાનો ઉપયોગ કરવો પડી રહ્યો હોય. જેથી, લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી તકે આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેમ ગામલોકો અને ખીરસરા ગામના ભૂતપૂર્વ સરપંચ ભગુભાઈ બોરીચા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- text