મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણની સંભાળ રાખતા શિક્ષકો

- text


જી.સી.આર.ટી. અને યુનિસેફ દ્વારા તૈયાર કરવામાં આવેલું સાહિત્ય હોમ લર્નિંગ ઘરે શીખીએ સાહિત્ય, પાઠ્ય પુસ્તકો અને ડી.ડી. ગિરનાર ચેનલ પર પ્રસારીત થનાર શૈક્ષણિક પાઠોનું સમય પત્રક વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પહોંચાડતા શિક્ષકો

મોરબી : કોરોના મહામારી વચ્ચે શાળાઓ ક્યારે ખુલશે? બાળકો ક્યારે શાળાએ આવશે? કેવી રીતે શાળાનું વ્યવસ્થાપન ગોઠવાશે? તેની સતત મથામણ ચાલે છે ત્યારે જીવનમંત્ર એક જ હોય “શાળાઓ બંધ હોઈ શકે પણ શિક્ષણ નહિ.” જ્યારે વેકેશન પૂરું થાય ત્યારે બાળકોનું શિક્ષણ ચાલુ થવું જોઈએ. આ બાબતને ધ્યાને રાખીને જ બાળક દીઠ “ઘરે શીખીએ” અંતર્ગત જી.સી.આર.ટી દ્વારા યુનિસેફના સહયોગથી સુંદર સાહિત્ય ધોરણ 1 થી 8 નું તૈયાર કરવામાં આવ્યું છે. આ સાહિત્ય જૂન માસ સુધીનું તૈયાર કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ પોતાના મોટા ભાઈ-બહેન, વાલીની મદદથી શીખવાનું છે. તૈયાર કરવાનું છે. સમયાંતરે શિક્ષકો ફોન થકી રૂબરૂ ઘરની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહેશે.

- text

મયુર એસ. પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની 594 શાળાના ધોરણ 1 થી 8 ના આશરે 90000/-નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકોએ ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આ સાહિત્ય તેમજ પાઠય પુસ્તકો પહોંચાડેલ છે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે મોરબી જિલ્લાની 274 જેટલી ખાનગી શાળામાં અભ્યાસ કરતા 83000/- જેટલા બાળકો માટે ઓનલાઈન મેઈલ દ્વારા ઘરે શીખીએ સાહિત્ય પહોંચાડવામાં આવેલ છે. માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં શિક્ષકોએ ઘરે ઘરે ફરીને વિદ્યાર્થીઓને હાથોહાથ હોમ લર્નિંગ સાહિત્ય અને પાઠ્યપુસ્તકો તેમજ ડી.ડી.ગિરનાર પર આવનારા શૈક્ષણિક કાર્યક્રમનું સમયપત્રકની ઝેરોક્ષ-કોપી વગેરે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા બદલ મયુર એસ.પારેખ ડીપીઈઓ મોરબીએ તમામ સારસ્વત શિક્ષકોને અભિનંદન સહ ધન્યવાદ આપેલ છે. તેમ યાદીમાં જણાવેલ છે.

- text