શ્રમીક-મધ્યમવર્ગને ફાઈનાન્સ કંપનીનાં ત્રાસમાંથી બચાવો’

- text


મોરબી : મોરબી શહેર- જીલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા શ્રમીક અને મધ્યમવર્ગને મકાન લોન અને વાહન લોનમાં ફાયનાન્સ તરફથી થતી હેરનગતી બાબતે ગવર્નર, રિઝર્વ બેંક, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ફરિયાદ કરવામાં આવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઔદ્યોગિક નગરી મોરબીમાં શ્રમીક અને મધ્યમવર્ગના લોકો મહેનત કરીને તેમનું જીવન નિર્વાહ કરી ગુજરાન ચલાવે છે. લોન આપતી વખતે ફાયનાન્સ કંપની ગ્રાહકો પાસે અંગ્રેજીમાં કાગળોમાં સહી લઈ લે છે અને ગ્રાહકે આપેલા ચેક ગ્રાહકે આપેલી તારીખના વહેલી અથવા મોડા નાખે છે. જેથી રૂપિયા 500 જેટલી રકમ દંડ તરીકે વસુલ કરી શકે.

- text

ઘણી ફાયનાન્સની હેડ ઓફીસ મુંબઈ-ચેન્નઈ, કલકત્તા હોય છે અને તેનું ન્યાય ક્ષેત્ર તેના રાજ્યમાં હોય છે.
ગ્રાહકને કોઈ પણ જાણ કર્યા વગર ત્રણ હપ્તા ચડી જાય એટલે વાહન જે જગ્યાએ હોય ત્યાંથી ઉઠાવી જાય છે અને ગ્રાહકને જાણ કર્યા વગર ગાડી વેચી નાખે છે. આમ જ ફાયનાન્સ કંપની દ્વારા મકાન લોન ગ્રાહકની પાંચ લાખની લોનના જાણવા પ્રમાણે 10 લાખ ભરવાના આવે છે. અને બે થી ત્રણ હપ્તા બાકી હોય તો ગ્રાહકનું 40 લાખનું મકાન 5 લાખ બાકી હોય તો ફાયનાન્સના માણસ શીલ મારી દે છે. ગ્રાહકની આવી મજબૂરીનો લાભ ઉઠાવતી ફાયનાન્સ કંપનીની માન્ય રદ્દ કરવા, તેમજ ગ્રાહકના હીતમાં જરૂરી પગલા લેવા ગવર્નરને જણાવવામાં આવ્યું છે.

- text