અનલોક-1 ઇફેક્ટ : દિવસભર તમામ પ્રકારની છૂટછાટોના પગલે મોરબીમાં વાહન વ્યવહાર પૂર્વવત્

- text


ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબીમાં લોકડાઉનના ચાર તબક્કા બાદ પાંચમા લોકડાઉનમાં દિવસભર માટે તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે જનજીવન એકદમ સામાન્ય બન્યું છે અને શહેરના મોટાભાગના માર્ગો ઉપર વાહન વ્યવહાર પૂર્વરત થયો હતો. જેથી, લોકડાઉનને કારણે અત્યાર સુધી બંધ રહેલી ટ્રાફિકની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.

- text

મોરબી ટ્રાફિક પોલીસ બે માસથી લોકડાઉનની ફરજમાં હતી. જોકે વાહન વ્યવહાર ખૂબ જ ઓછા હોવાથી બે માસની ટ્રાફિકની રૂટિન કામગીરી બંધ હતી. ત્યારે હવે લોકડાઉન-4 થી જ જનજીવન સામાન્ય બન્યું હતું અને હવે શહેરમાં વાહન વ્યવહાર પૂર્વવર્ત થતા ટ્રાફિકની કામગીરી શરૂ થઈ છે. મોરબીની બજારોમાં ભીડ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નો પાર્કિગ ઝોનમાં વાહનોને લોક મારીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે હવે ટ્રાફિકની રૂટિન કામગીરી શરૂ થતાં વાહન ચાલકોએ ચેતવું પડશે. અન્યથા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

- text