મોરબીની સરકારી કચેરીઓમાં કામકાજ રાબેતા મુજબ ચાલુ

- text


મામલતદાર કચેરીમાં 7-12, 8-અ સહિતની કામગીરી શરૂ

મોરબી : સરકાર દ્વારા અનલોક-1માં વધુ છૂટછાટ આપીને જનજીવન સામાન્ય બને અને તમામ કામકાજો પૂર્વવર્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેને પગલે મોરબીની સરકારી કચેરીઓ આજથી તમામ કામકાજ પૂર્વવર્ત થયું છે. તમામ કચેરીઓમાં આજથી તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી, અરજદારોનો સરકારી કચેરીઓમાં ચહલ પહલ વધી છે.

- text

મોરબીની તમામ સરકારી કચેરીઓ ગઇકાલથી ધમધમવા લાગી છે. મામલતદાર કચેરીમાં પુનઃકામગીરી શરૂ કરવામાં આવી છે. મામલતદાર કચેરીમાં ગઇકાલથી 7-12-8 સહિતની કામગીરી ચાલુ થઈ છે. તેમજ પુરવઠાની અરજીઓ સ્વીકારવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે મામલતદાર કચેરીની પુરવઠા તેમજ અન્ય સંબધિત કામગીરી ગુરુવારે શરૂ થશે. અરજદારોએ માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ રાખીને 7-12 સહિતની કામગીરી કરાવી રહ્યા છે. કચેરીમાં ભીડ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ રીતે હવે સરકારી કચેરીઓ ધમધમી ઉઠી છે અને વહીવટી કામગીરી પુનઃ શરૂ થતાં લોકોને રાહત થઈ છે.

- text