4 જુનથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટથી મોરબી RTO કચેરીની કામગીરી શરૂ થશે

- text


મોરબી : અનલોક-1માં દિવસભર માટે તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આગામી 4 જુનથી રાજ્યભરની સાથે મોરબીની આરટીઓ કચેરી શરૂ થનાર છે. જોકે આ કચેરીમાં ભીડ ન થાય તે માટે માત્ર ઓનલાઈન કામગીરી કરવામાં આવશે અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી હશે તે લોકોની કામગીરી થશે. આથી, આરટીઓની તમામ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

મોરબી આરટીઓની કચેરીની કામગીરી માત્ર ઓનલાઈન એપોઇન્ટમેન્ટથી શરૂ થશે. જે લોકોએ લાઇન્સ સહિતની કામગીરી માટે અગાઉથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી હશે તેની જ કામગીરી થશે. હાલ તમામ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં લાયસન્સ માટેની કોઈપણ પ્રક્રિયા હોય તો એના માટે સારથી સોફ્ટવેર વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અન્ય કોઈ વાહન માટેની સર્વિસની કામગીરી હોય તો વાહન કરીને વેબસાઈટ છે. એમાં રજિસ્ટ્રેશન કરીને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવવાની રહેશે.

- text

ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવવા માટે વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબધિત નોન ફેસલેસ સેવાઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ, ડ્રાઈવીંગ લાયસન્સમાં નામ- સરનામામાં ફેરફાર, ઇન્ટરનેશનલ ડ્રાઈવીંગ લાયસન્સની પરમીટ, ડ્રાઈવીંગ લાયસન્સમાં જન્મ તારીખમાં ફેરફાર, ડ્રાઈવીંગ લાયસન્સમાં વર્ગ સરન્ડર, પરદેશી નાગરિકોને લાયસન્સ ઇસ્યુ કરવું, ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સિવાય આરટીઓમાં પ્રોસેસ થતી અરજીઓમાં ફિટનેસનું રીન્યુઅલ, વાહનમાં હેતુફેર, અન્ય રાજ્યોના વાહનોના મલિકીમાં ફેરફાર, ફાઇનાન્સરને આરસી ઇસ્યુ કરવી, વાહનનું નોન યુઝ કરવું, આરસી પરત મેળવવી સહિતની કામગીરીનો સમાવેશ કરાયો છે. વાહન ટેસ્ટ માટેની કામગીરી જાંબુડિયા પાસે નવી બનેલી આરટીઓ કચેરીએ થશે અને એ સિવાયની કામગીરી જૂની આરટીઓ કચેરી મોરબી બાયપાસ પાસે થશે.

- text