મોરબીના GST ઓફિસના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વયનિવૃત થતા સાદગીપૂર્ણ વિદાય અપાઈ

- text


મોરબી : મોરબી જિલ્લાની GST ઓફિસમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અનિલભાઈ વ્યાસ વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા. તેઓની નિવૃત્તિ વેળાએ કોરોના વાયરસના પગલે સમારંભનું આયોજન ના કરતા સાદગીપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. આ તકે સોસીયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓનું નિવૃતીમય જીવન શાંતિપૂર્ણ અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી સાથી કર્મચારીઓ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

- text