મોરબી : જરૂરિયાતમંદ વૃધ્ધના વ્હારે આવ્યું જલારામ પ્રાર્થના મંદિર

- text


અકસ્માતે વિકલાંગતા અને એકલવાયુ જીવન જીવતા જીવરાજભાઈને સાયકલ તેમજ રાશનકીટ અર્પણ કરવામા આવી

મોરબી : મોરબીની પાવન ધરતી પર માનવ સેવાના આશયથી પૂ. હરજીવનભાઈ દીવાકરે વર્ષો પહેલા હરિહર અન્નક્ષેત્રની સ્થાપના કરી સેવાની જ્યોત પ્રજલ્લવિત કરી હતી. હજારો લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરનાર પૂ. હરજીવનભાઈનુ અવસાન થયા બાદ તેમના સેવાકાર્ય તેમજ સુખ-દુ:ખના સાથી જીવરાજભાઈ મોરસાણીયા એકલવાયુ જીવન ગુજારી રહ્યા છે. ત્યારે વિધીની વક્રતા કહો કે કુદરતનો કહેર કહો, એક અકસ્માતમા જીવરાજભાઈના પગ ક્ષતિગ્રસ્ત થયા અને તેમને કાયમી સેવરૂપે વિકલાંગતા આવેલ છે.

- text

ત્યારે તેમની આ પરિસ્થિતીની જાણ રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીને થતા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો દ્વારા જીવરાજભાઈને સાયકલ, સ્ટીક તેમજ રાશનકીટ અર્પણ કરી પૂ. હરજીવનભાઈ દીવાકરને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તે ઉપરાંત, જલારામ પ્રાર્થના મંદિર આજીવન જીવરાજભાઈ તથા પૂ. હરજીવનભાઈ (હરીહર અન્નક્ષેત્રના સ્થાપક) ના તમામ સહયોગીઓ માટે હરહંમેશ તત્પર છે. તેમ ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ હતુ. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text