ટાયર પંચર, મોબાઈલ શોપ સહિતના નાના ધંધાર્થીઓને રોકટોક વિના ધંધો કરવાની છૂટ આપવા ધારાસભ્યની રજુઆત

- text


રોજનું કમાઈને રોજ ખાતા લોકોને કોઈ કનડગત ન થાય તેનું ધ્યાન રાખવા કલેકટરને રજુઆત કરતા બ્રિજેશ મેરજા

મોરબી : લોકડાઉન 4માં મળેલી છૂટછાટને લઈને નાના ધંધાર્થીઓના જીવમાં જીવ આવ્યો છે. ત્યારે મહેનત કરી રોજીરોટી કમાતા રેંકડી, કેબીનધારકોને પોલીસ તંત્ર દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાવ કરી છે. આ પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવા માટે ધારાસભ્ય મેરજાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

હાલમાં મોરબીમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટને લઈને વાહન વ્યવહાર પૂર્વવત બનાવા જઈ રહ્યો છે. લોકો ધીમે ધીમે કામધંધા તરફ વળ્યાં છે. ત્યારે ઉનાળાની ગરમીને લઈને દ્વિચક્રીય વાહનો તેમજ ફોરવહિલના ટાયરોમાં પંચર પણ અન્ય દિવસોની સાપેક્ષ વધુ પડે છે. જો કે પંચર કરતા મોટાભાગના ધંધાર્થીઓ નાની રેંકડી કે કેબીન અનુકૂળ જગ્યાઓ પર રાખી ધંધો કરતા હોય પોલીસ તંત્ર દ્વારા આવા ધંધાર્થીઓને નાહકના પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠી છે. આથી પંચરનો ધંધાર્થી તો હેરાન થાય જ છે સાથોસાથ વાહન ચાલાક પણ પરેશાન થાય છે.

- text

વળી હાલ લોકો સગા-સ્નેહીઓ અને મિત્રો પરિચિતોથી દૂર છે ત્યારે મોબાઈલનો વપરાશ પણ અન્ય દિવસોની સરખામણીમાં વધ્યો છે. મોબાઈલની દુકાનો પર લોકો મોબાઈલ રીપેર કરાવવા કે રિચાર્જ કરાવવા મોટેભાગે જતા હોય પોલીસ તંત્ર તરફથી મોબાઈલની દુકાન ધારકોને પણ કોઈ મુશ્કેલી ન પડે તેનું તંત્ર ધ્યાન રાખે એ જરૂરી બન્યું છે. છુટ્ટક ધંધાર્થી મોટેભાગે રોજ હોલસેલ ખરીદી કરી રેંકડી કે કેબિનમાં છુટ્ટક ધંધો કરતા હોય તંત્ર દ્વારા તેઓને કોઈ પરેશાની ન થાય એ માટે જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ વિના કોઈ રોકટોક ધંધો કરવા દેવાની સૂચના નગરપાલિકા અને પોલીસ તંત્રને આપે તેવું અંતમાં જણાવ્યું છે.

- text