મોરબીમાં મોટેરાંઓની સાથે અનેક બાળકોએ પણ રોજા રાખયા

- text


મોરબી : હાલ મુસ્લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમાં લોકો રોજા અને પાંચ ટાઈમની નમાજ પઢીને અલ્લાહની બંદગી કરે છે. જ્યાં મોરબી ખાતે આવા ઉનાળાની ઋતુમાં ધખધખતા તાપમાં મુસ્લિમ બાળકોએ પણ આખા માસના રોઝા અને નમાજ કરીને પૂરો માસ અલ્લાહની બંદગી કરી હતી.

જેમાં પસ્તીવાળાના ફેમિલીમાંથી 9 વર્ષીય ખોલેરા મુબિન ઇરફાનભાઇ, 11 વર્ષીય ખોલેરા ઓસાફ અલ્તાફભાઈ તથા 15 વર્ષીય ખોલેરા શાહિદ ઇક્બાલભાઈ એ રોજા રાખી કોરોના મહામારીથી દેશ ઝડપથી ઉગરી આવે એવી ખાસ દુઆ કરી હતી.

- text

વધુમાં, મોરબીના કાલિકા પ્લોટની શેરી નં. 4માં રહેતા 10 વર્ષીય માહીન મુસ્તફા કૈડા એ રમજાન માસના 1 થી 25 રોજા પૂર્ણ કરી ખુદાની બંદગી કરી હતી. તેમજ માળીયાના આમરણ ગામમાં રહેતા 10 વર્ષીય સૈયદ અબ્દુલકાદર જીલાનીએ રમજાન માસના 30 રોજા પૂર્ણ કરી ખુદાની ઇબાદત કરી હતી.

- text