વઘાસીયામાં તળાવમાં ડૂબી જતાં બાળકનું મોત

- text


વાંકાનેર : ગઈકાલે તા. 23ના રોજ વઘાસીયા ગામે રહેતા 10 વર્ષીય હરેશ લીલભાઇ બાંભવા ગામમાં આવેલા તળાવ પાસે કપડા ધોવા માટે માતા સાથે ગયા હતા. તે વખતે બીજા છોકરાઓ સાથે તળાવમા ન્હાવા માટે ઝમ્પલાવ્યું હતું. તે વખતે ડુબી જતા હરેશનું મોત નીપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text