મોરબી : શનિવારે લેવાયેલા 55 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

- text


મોરબી : મોરબીમાં પુલિંગ સેમ્પલિંગની કામગીરી અંતર્ગત ગઈકાલે શનિવારે જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 55 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ સેમ્પલનો રિપોર્ટ પણ કોરોના નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો.

- text

મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં શનિવારે 55 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે ગઈકાલે લેવાયેલા સેમ્પલમાં કોઈ શંકાસ્પદ લક્ષણો વારા દર્દી ન હતા. તેમેજ મોરબીના વાવડી રોડના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કોઈ વ્યક્તિના પણ સેમ્પલ ન હતા. જ્યારે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી હતી કે નવી ગાઈડલાઈન મુજબ પોઝિટિવ દર્દીના પરિવારજનો અને સંપર્કમાં આવેલા લોકોના પાંચ દિવસ બાદ સેમ્પલ લેવામાં આવશે.

- text