મોરબીમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, આરોગ્ય અધિકારી, ડે. કલેકટર સહિતના ઘટના સ્થળે

- text


કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત, ઘરોનો સર્વે હાથ ધરાયો : સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરાયો

મોરબી : મોરબીમા આજે કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એસપી, ડે. કલેકટર અને આરોગ્ય અધિકારી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા છે. હાલ તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. સાથોસાથ ઘરોનો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

- text

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવા પાર્ક સોસાયટીમાં રહેતા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર એલર્ટ થયું છે. પોઝિટિવ કેસની વિગતો જાહેર થતા વેંત જ એસપી ડો.કરનરાજ વાઘેલા, આરોગ્ય અધિકારી ડો. જે.એમ કતીરા, ડે. કલેકટર ખાચર, ડો.વારેવડીયા, ડીવાયએસપી, મામલતદાર, એલસીબી પીઆઇ, એ ડિવિઝન પીઆઇ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બીજી બાજુ આરોગ્ય કર્મચારીઓએ સ્થાનિક ઘરોનો સર્વે પણ શરૂ કરી દીધો છે. સાથે સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ પણ કરવામાં આવ્યો છે. 

- text