મોરબી : તમે મારા દીકરા ઉપર શંકા કેમ કરો છો તેમ કહીને બે પરિવારો વચ્ચે બઘડાટી

- text


બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી : પાંચ આરોપીની અટકાયત

મોરબી : મોરબીના મચ્છોનગરમાં યુવાન ઉપર ખોટી શંકા કરવાના મુદ્દે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી.જેમાં બન્ને પક્ષના લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પોલીસે બન્ને પક્ષના મળીને પાંચ આરોપીઓની ધરપકડ કરીને બાકીના આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મોરબીના મચ્છોનગર ગામે રહેતા અનુસાર રમીલાબેન બળદેવભાઈ મકવાણા ઉવ ૩૭ નામના મહિલાએ જયોતીબેન મગનભાઈ, શૈલેષભાઇ મગનભાઇ વધેરા, મયુરભાઇ ઉર્ફે મેહુલભાઇ મગનભાઇ વધેરા, જીગ્નેશ ઉર્ફે જીતેશભાઇ મગનભાઇ વધેરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૧૮ ના રોજ સાંજના સાડા છ વાગ્યા વાગ્યાના અરશામાં મચ્છોનગર ગામે બળદેવભાઈ હીરાભાઈ મકવાણાના ઘર પાસે આરોપીએ ફરીયાદીના ઘર પાસે આવીને ફરીયાદીને કહેલ કે કેમ તમે મારા મારા દીકરાઓ ઉપર ખોટા શક વહેમ નાખો છો જેથી ફરીયાદીએ કહેલ કે તમારા દીકરા ઉપર વહેમ નથી નાખતી પણ તેઓ અમારા સામે જોઈ હસતા હતા. જેથી, મે તેમને ઠપકો આપેલ હતો આમ કહેતા આ કામ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને પકડી રાખી આડેધડ ઢીકાપાટુનો મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.તેમજ આરોપીઓએ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે સામાપક્ષે જયોત્સનાબેન ઉર્ફે જયોતીબેન મગનભાઈ બીજલભાઈ વઘેરાએ આરોપીઓ બળદેવભાઇ હીરાભાઇ મકવાણા ,રમીલાબેન બળદેવભાઈ, પાર્વતીબેન સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદીને કહેલ કે મારો દીકરો તમારા ભાણેજ અતીન સાથે ભાઈબંધી નહી રાખે હવે તમે મારા દીકરા વિશે ગામમાં ખરાબ બોલતા નહી. જેથી, આ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને પકડી રાખી આડેધડ લાફા મારી તેમજ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ આરોપીઓએ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ બોલી ગાળો આપી હતી. પોલીસે હાલ બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને હાલ બન્ને પક્ષના મળીને પાંચ આરોપીઓની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text