ટંકારાના છતર ગામે એસિડ પી લેનાર વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

- text


ટંકારા : ટંકારાના છતર ગામે એસિડ પી લેનાર વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા તાલુકાના છતર ગામે રહેતા મુકતાબેન છગનભાઇ સેવરા ઉ.વ.૭૫ નામના વૃદ્ધાએ ગત તા ૧૬ ના રોજ સવારના સુમારે કોઇ કારણોસર પોતાના ઘરે એસીડ પી જતા પ્રથમ રાજકોટ રંગાણી હોસ્પીટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થ સેલુસ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટથી કાગળિયા આવતા ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text