મોરબીમાં પાન માવાની દુકાનો ના ખુલ્લી : કલેકટરના જાહેરનામાની જોવાતી રાહ

- text


અન્ય જિલ્લામાં મોડી રાત્રે જાહેરનામા પ્રસિદ્ધ થઈ ગયા પરંતુ મોરબીમાં હજુ કોઈ નેઠો નથી

મોરબી : રાજય સરકાર દ્વારા લોકડાઉન 4માં પાન માવા,ચા સહિતની તમામ દુકાનો નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હજુ આ બાબતે કોઈ જાહેરનામું બહાર ના પાડતા મોરબીમાં પાન માવાની મોટાભાગની દુકાનો સવારે ખુલ્લી ન હતી. દુકાનદારોએ જણાવ્યું હતું કે અમે મોરબી કલેકટરના જાહેરનામાની રાહ જોઈ રહિયા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના અન્ય જિલ્લામાં કલેકટર દ્વારા લોકડાઉન 4 માટે મોડી રાત્રે જ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયુ હતું. પરંતુ મોરબી કલેકટર તંત્ર દ્વારા હજુ આ બાબતે કોઈ જ કાર્યવાહી ના કરતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે.

- text

ત્યારે મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તાકીદે તમામ સ્પષ્ટિકરણ સાથેનું નવું જાહેરનામું બહાર પાડવામાં આવે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા અપાયેલી તમામ છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી વેપારી વર્ગ કરી રહ્યો છે.

- text