જુના હજનાળી ગામમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા જુના હજનાળી ગામમાં રહેણાંક મકાનમાંથી કુલ 6 ઇસમોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા.

આજે તા. 19ના રોજ મોરબી તાલુકાના સ્ટાફને મળેલ ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા જુના હજનાળી ગામમાં ચોરા પાસેથી શેરીમાં રહેતા રાજેશભાઇ મંગાભાઇ પોતાના રહેણાંક મકાનમાં તીનપતીનો રોન પોલીસનો પૈસા વડે હારજીતનો જુગાર રમતા રાજેશભાઇ મંગાભાઇ પરમાર, જીતેષભાઇ ભગવાનજીભાઇ મકવાણા, દિલિપભાઇ નરશીભાઇ ભાડજા, જયંતીલાલ મગનભાઇ બોપલીયા, સાગરભાઇ મસરુભાઇ ખાટરીયા અને રાહુલભાઇ કાંતીલાલ ઠોરીયા (તમામ રહે. નવા-જુના હજનાળી, તા.જી.મોરબી)ને કુલ રોકડ રૂ. 38,150 સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ બનાવમાં આરોપીઓની ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text