મોરબી કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું : ઓડ-ઇવન ફોર્મ્યુલાથી મુશ્કેલીઓ વધશે

- text


રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ છૂટછાટ અને નીતિ નિયમો યથાવત રખાયા

મોરબી : લોકડાઉન-4 માં ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઈનને લઈને મોરબી જિલ્લા કલેકટરે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કનેટન્ટ ઝોન વાંકાનેરની અરુનોદય સોસાયટીની જાહેર કરી એ સિવાઇના જિલ્લાના તમામ વિસ્તારોને નોન કનેટન્ટઝોન જાહેર કર્યા છે. આ નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં તમામ દુકાનો, ઓફિસો અને ઉધોગ ધંધાને ચાલુ કરવાની સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. અને લાંબા સમયથી જેની પ્રતીક્ષા હતી તે પાન-માવા, ચાની દુકાનોને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ મોરબીમાં તંત્રએ દુકાનો ખોલવા લાગુ કરાયેલા એકી-બેકી સંખ્યાના ફોર્મ્યુલાથી વેપારીઓની પરેશાની વધશે.

- text

લોકડાઉન 4માં છૂટછાટની સરકારની ગાઈડ પ્રમાણે આજે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં વાંકાનેરની એક સોસાયટીને બાદ કરતાં જિલ્લાના તમામ નોન કન્ટેન્ટમેન ઝોનમાં પાન-માવાની દુકાનોને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. વાળદંની દુકાનો અને બ્યુટી પાર્લરને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. ઓટો રીક્ષા, ટેક્સીઓને એક ડ્રાઇવર અને બે પેસેજન્સરો સાથે મંજૂરી આપવામાં આવી છે. અને સીટી બસ સેવા ચાલુ રખાઈ છે. રેસ્ટોરન્ટ અને ભોજનશાળાઓને માત્ર હોમ ડિલિવરી સેવાની અને ઢાબાઓને શહેરની બહાર છૂટ આપવામાં આવી છે. તમામ ઓફિસોને 33 ટકા સ્ટાફ સાથે છૂટ અપાઈ છે. વાહન રિપેરીગ સહિતની તમામ દુકાનો ખોલી શકશે. જોકે આ જહેરનામાંમાં ઓડ ઇવન ફોર્મ્યુલાથી મુશ્કેલીઓ વધવાની શકયતા છે અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી તમામ છૂટછાટ અને નીતિ નિયમો યથાવત રખાયા છે. જોકે કલેકટરનું જાહેરનામું અસ્પષ્ટ હોવાથી વેપારીઓ સહિતના લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.

- text