મોરબી : મુસ્લિમ બાળકોએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી

- text


મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સમગ્ર મુસ્લિમ સમાજના લોકો નમાજ ઘરબેઠા પઢે છે અને ખુદાની બંદગી કરે છે. આ પવિત્ર માસ દરમિયાન મોરબીમાં રહેતી માત્ર 6 વષૅની બાળકી અઝરા મુનીરભાઈ જુનાણી (મેમણ) એ પવિત્ર રમજાન માસના પ્રથમ રોજો કરી ખુદાની બંદગી કરેલ છે. બાળકીને પ્રોત્સાહિત કરવા પરીવાર દ્વારા અઝરાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ઈદ મસ્જિદ રોડ પર ઘાંચી શેરીમાં રહેતા 7 વર્ષના ખોરામ અનાસ સોયબભાઇએ પણ રોજા રાખી અલ્લાહની બંદગી કરી છે.

- text