કાજરડામાં મધમાખી કરડતા બાળકીનું મૃત્યુ

- text


માળીયા (મી.) : કાજરડામાં રહેતી 7 વર્ષીય હાફિજા જલાલુદ્દીન ભટ્ટિ ગત તા. 5ના રોજ સાંજના ચાર વાગ્યા આસપાસ પોતાના ઘરે રમતી હતી. તે દરમ્યાન મધમાખી કરડતા તેને પ્રાથમીક સારવાર માટે માળીયા મી.ની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તા. 7ના રોજ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ગઈકાલે તા. 9ના રોજ આ બનાવની નોંધ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text