હળવદના ગોલાસણ ગામે યુવતીની પજવણી મામલે મારામારી : બેની ધરપકડ

- text


ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા બે આરોપીને પોલીસે ઝડપી લીધા

હળવદ : હળવદના ગોલાસણ ગામે યુવતીની પજવણી મામલે મારામારી થઈ હતી.જેમાં ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે હળવદ પોલીસે મારામારી કરનાર ચાર પૈકી બે શખ્સોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી રાહુલ બાબુભાઇ વહાપીયા (ઉ.વ.-૨૬, રહે-ગામ ગોલાસણ, હળવદ) વાળાએ આરોપીઓ કરશનભાઇ ભોજાભાઇ, મુકેશભાઇ ગેલાભાઇ, વાસુ ગેલાભાઇ, નયન ઉર્ફે મેહુલ ચંદુભાઇ (તમામ રહે-ગામ ગોલાસણ, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૯ ના રોજ ગોલાસણ ગામે પાણીના ટાંકા પાસે આરોપીઓએ ફરીયાદીના કાકા લાભુભાઇ જીવાભાઇની દિકરીને વિક્રમ ભોજા હેરાન કરતો હોય જે બાબતે ઠપકો આપવા જતા કરશનભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ઝગડો કરી ફરીયાદીના કાકાના દિકરા વિક્રમને છરી વડે ઇજા કરી હતી. તથા મુકેશ ગેલાભાઇએ ફરીયાદીને છરી વડે ઇજા કરી તથા વાસુ ગેલા તથા નયન ચંદુએ ફરીયાદી તથા તેના કાકાના દિકરા બન્નેને લાકડાના ધોકાથી માર મારી ગાળો આપી જાનથી મારી નખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ચાર પૈકી બે આરોપીઓ કરશનભાઇ ભોજાભાઇ અને મુકેશભાઇ ગેલાભાઇને ઝડપી લીધા હતા.

- text