હળવદના ઘનશ્યામપુર ગામે ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને બે વ્યક્તિ ઉપર હુમલો

- text


પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદના ઘનશ્યામપુર ગામે ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને બે વ્યક્તિ ઉપર પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે હળવદ પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી સોમાભાઇ બાલાભાઇ સોલકી (ઉવ ૩૨, રહે ઘનશ્યામપુર, હળવદ) વાળાએ આરોપીઓ ચેતનભાઇ હીરાભાઇ રાઠોડ, મહાવીરભાઇ હિરાભાઇ રાઠોડ, આશીષભાઇ હીરાભાઇ રાઠોડ, જયેશભાઇ મનુભાઇ રાઠોડ, નરેન્દ્રભાઈ સોમાભાઈ (રહે તમામ ઘનશ્યામપુર, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘનશ્યામપુર ગામે ફરીયાદીના ઘર પાસે રામાપીરના મંદીરના ચોકમા આરોપીઓ બેસતા હોય અને ફરીયાદીની બેન દિકરીઓ ત્યાથી નીકળતી હોય ત્યારે આરોપીઓ અપશબ્દો બોલી ગાળો બોલતા હોય જે બાબતે ફરીયાદીના ભાઈ આરોપીના ઘરે કહેવા જતા આરોપીઓએ આવેશમાં આવીને ફરીયાદીને માથામા લાકડી મારી સામાન્ય ઈજા કરી તેમજ સાહેદ દેવરાજભાઈને લાકડી વડે શરીરે સામાન્ય ઈજા કરી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text