મોરબીમાં ચાની કીટલી લઈને આંટાફેરા કરતા શખ્સને પોલીસે સીસીટીવીના આધારે પકડ્યો

- text


મોરબી : મોરબીના શાક માર્કેટ ચોકમાં ચાની કીટલી લઈને આંટાફેરા કરતા એક શખ્સને એ ડિવિઝન પોલિસે સીસીટીવી કેમેરાનાં આધારે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ લોકડાઉન દરમિયાન જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ કમર કસી રહી છે. સમગ્ર શહેરમાં બંદોબસ્તની સાથોસાથ સીસીટીવી કેમેરા મારફત પણ જાહેર રોડ- રસ્તાઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન શહેરના શાક માર્કેટ ચોકમાં એક શખ્સ ચાની કીટલી લઈને ફરતો હોય અને માણસો ભેગા કરી ચાનું વેચાણ કરતો હોવાનું સીસીટીવી કેમેરામાં ધ્યાને પડતા એ ડિવિઝન પોલીસે તુરંત જ તેને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text