મોરબીમાં કારખાનાની અંદર 19 લોકોએ જમવાનો પ્રોગ્રામ ગોઠવ્યો, પોલીસે તમામને પકડીને કાયદાના પાઠ ભણાવ્યા

- text


લોકડાઉનનો ભંગ કરનારા સામે એ ડિવિઝન પોલીસની કડક કાર્યવાહી : તમામ સામે નોંધાયો ગુનો

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ એક કારખાનામાં 19 લોકોએ એકત્ર થઈને સમૂહ ભોજન ગોઠવ્યું હતું. જો કે આ દરમિયાન પોલીસે ત્યા ત્રાટકી જઈને રંગમાં ભંગ પાડીને તમામ લોકોને પકડી પાડયા હતા અને આ તમામ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધે મશીન ટુલ્સ નામના કારખાનામાં અમુક ઈસમો જમવાનો પ્રોગ્રામ કરી રહ્યા હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને વિશાલ પઢારિયા, નિકુંજ ઉર્ફે ચાકો દેત્રોજા, છત્રપાલસિંહ ઝાલા, નિલેશ પઢારીયા, શક્તિસિંહ ઝાલા, સીરાજ અધામ, કિલદીપ5 બાવરવા, રવી બાવરવા, મિલન કુલતરીયા, કૈલાશ દેત્રોજા, જયકીશન ક્લોલા, પિયુષ સવસાણી, જયદીપ પઢારિયા, અરવિંદ વરસાણી, વિરલ અમૃતિયા, જય પઢારિયા, રાજેશ કોઠીયા, વિમલ કોઠીયા અને બ્રિજેશ મારવાણીયાને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text