મોરબીના આમરણમાંથી વલસાડના જમીન કૌભાંડમાં 2 વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

- text


મોરબી : વલસાડ ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં બનાવટી દસ્તાવેજ આધારે કિમતી જમીન હડપ કરવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ દ્વારા પકડવામાં આવ્યો છે.

- text

મળતી વિગત અનુસાર રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા નાઓને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ જે અન્વયે સ્કવોડના માણસોને મળેલ ચોકકસ હકીકત આધારે વલસાડ જીલ્લાના વલસાડ ટાઉન પો.સ્ટે. ખાતે બે વર્ષ પહેલા નોંધાયેલ બનાવટી દસ્તાવેજ આધારે કિમતી જમીન હડપ કરવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપી વીરમભાઇ પ્રાગજીભાઇ ધારૂકીયા રહે. આમરણ જી.મોરબી વાળાને આમરણ જી.મોરબી ખાતેથી અટક કરી મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને વલસાડ ટાઉન પો.સ્ટે.ને આરોપી અટક કર્યા અંગેની જાણ કરવા માટે આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text