મોરબીમાં લોકડાઉન વચ્ચે ગોળ કુંડાળું વળીને જુગાર રમતા 6 ઝડપાયા

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સૂચનાને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જે.ચૌધરી ,પીએસઆઇ બી.ડી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા લોકડાઉનના સંદર્ભે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.તે દરમિયાન એ ડિવિઝન પો.હેડ.કોન્સ શેખાભાઈ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ,લોકડાઉન વચ્ચે પણ મોરબીના રવાપર રોડ ઉપર બોની પાર્ક મારુતિ એપાર્ટમેન્ટના પાર્કિગમાં છ શખ્સો ગોળ કુંડાળું વળીને જુગાર રમે છે.આવી બાતમી મળતા એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી અને આ સ્થળે ગોળ કુંડાળું વળીને જુગાર રમતા હસમુખભાઈ નરભેરામભાઈ પટેલ ,કેવલભાઈ ધનજીભાઈ મોરડીયા ,યશભાઈ દિનેશભાઇ કાલરીયા ,યોગેશભાઈ થોભણભાઈ ઠોરિયા , ભાવેશભાઈ નરસીભાઈ શેરસીયા ,હિરેનભાઈ જયસુખભાઈ બોપલીયાને રૂ.24800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની. કાર્યવાહી હાથ ધરી છે.

- text