મોરબીના 7 માસ તથા 1 વર્ષના બાળકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

- text


ગઈકાલે શનિવારે શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયા હતા

મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાનો એક માત્ર પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જો કે સેમ્પલ લેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે શનિવારે 7 માસ અને એક વર્ષના બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

શનિવારે મોરબીના ત્રાજપર ગામના 7 વર્ષના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના 1 વર્ષના બાળકમાં પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ બન્નેના સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે બંને રિપોર્ટ નેગેટિવ આવતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ છેલ્લા 21 દિવસથી કોરોના પોઝિટિવનો કોઈ કેસ નોંધાયો નથી.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text