ઘુંટુ ગામમાં દીકરીના જન્મદિવસ નિમિત્તે પિતાએ માસ્કનું વિતરણ કર્યું

- text


મોરબી : ઘુંટુ ગામના રહેવાસી માનસીંગ બચુભાઈ આત્રેસાની દીકરી દેવાંગીનો ગઈકાલે ૮મો જન્મ દિવસ હતો. હાલમાં જ્યારે આખી દુનિયામા કોરોનાની મહામારી ચાલુ છે અને કોરોનાને કાબુમા લેવા લોક ડાઉન છે. ત્યારે આ કોરોનાની મહામારીને હરાવવા પ્રશાસન અડગ રીતે લડી રહ્યું હોય ત્યારે દીકરીના જન્મ દિવસ નિમિતે ગઈકાલે સોશિયલ ડિસ્ટન્ટ જાળવીને ૧૦૦ માસ્કનું વિતરણ કરાયુ હતું અને આ બિમારી અંગે સતર્ક રહેવા લોકોને માર્ગદર્શન આપેલ હતું.

- text