મોરબી જિલ્લામાં મજૂરોનું પલાયન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાનો કલેકટરનો આદેશ

- text


20મીએ આંશિક છૂટછાટમાં મજૂરોના પરીવહન અંગે ગેર સમજણ ન થાય તે માટે મામલતદાર સહિતની ટીમોને બનાવીને યોગ્ય કાર્યવાહી કરવાની જિલ્લા કલેકટરે તાકીદ કરી

મોરબી : મોરબી જિલ્લામાં આજે 20મી એપ્રિલે લોકડાઉનની સ્થિતિમાં આંશિક છૂટછાટમાં મજૂરોના પરિવહન અંગે અફવા અને ગેર સમજણ ન થાય તે માટે જિલ્લા કલેકટરે દરેક તાલુકામાં મામલતદાર સહિતની ટિમ બનાવીને જિલ્લામાં મજૂરોનું પરિવહન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે અને જિલ્લામાં મજૂરોને સ્થળાંતર ઉપર પ્રતિબંધ છે અને તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ તાકીદ કરી છે.

- text

મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલે લેખિતમાં સૂચના આપી હતી કે 20મી એપ્રિલ પછી મોરબી જિલ્લામાં માત્ર ગ્રામણ વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો ચાલુ કરવાની છૂટ અપાઈ છે. પણ 20 મીએ મજૂરોને પરિવહન અને અફવા અને ખોટી ગેર સમજણ ન થાય તે માટે તેઓ સ્પષ્ટતા કરી હતી કે મોરબી જિલ્લામાં મજૂરોને પરિવહન ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ યથાવત રહેશે. હાલની સ્થિતિમાં મજૂરોનું પરિવહન થાય તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે. આથી, મોરબી જિલ્લામાં મજૂરોને પરિવહન ઉપર પ્રતિબંધ જળવાઈ રહે તે માટે જે તાલુકા વિસ્તારના મામલદારે વિવિધ ટીમો બનાવીને યોગ્ય કાર્યવાહી કરવાની તાકીદ કરી છે અને જરૂર જણાય તો પોલીસનો સહયોગ લેવાની તાકીદ કરી છે. મજૂરોને હાલના તેમના મૂળ સ્થાને રાખવા સહિતની વ્યવસ્થા કરવાની કામગીરી માટે સંબધિત ઇન્સીડન્સ કમાન્ડર અને પ્રાંત અધિકારીને સુપરવિઝન કરવાનો આદેશ આપ્યો છે અને આ કામગીરીનો અહેવાલ મોકલી આપવા કલેકટરે જણાવ્યું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text