યજ્ઞોપવિત લેવા યુપીથી આવેલો 5 લોકોનો પરિવાર ટંકારામાં ફસાયો

- text


ટંકારા : આર્ય સમાજની પરંપરામાં શ્રદ્ધા ધરાવતો યુપીનો 5 લોકોનો એક પરિવાર લોકડાઉન લાગુ થતા પાછલા 1 મહિનાથી ટંકારામાં ફસાઈ ગયો છે.

ઉત્તરપ્રદેશના ગોરખપુરથી આર્ય સમાજની પરંપરામાં શ્રદ્ધા ધરાવતો 5 લોકોનો પરિવાર એક મહિના પહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે પુત્રની યજ્ઞોપવિત (જનોઈ) વિધિ માટે આવ્યો હતો. 21 માર્ચે ટંકારા પહોંચેલા સતીષચંદ્ર તારકિશોર પટેલ તેની પત્નિ બે બાળકો અને પિતા સાથે લોકડાઉન લાગુ થયા બાદ બંધ થયેલા વાહન વ્યવહારને લઈને ફસાઈ ગયા છે. જેઓ હાલ ટંકારા ગુરુકુલ ખાતે આશ્રય લઈ રહ્યા છે.

- text

જો કે તેઓને અન્ય કોઈ તકલીફ અહીં નથી પડી રહી પણ મૂલત: ખેડૂત પરિવાર હોય રવિ પાકની લણની સહિતની તેઓની કામગીરી અટકી પડી છે. વતનમાં તૈયાર થઈ ચૂકેલા રવિ પાકની લણનીને લઈને યુપીનો આ ખેડુ પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો છે. ત્યારે ગુજરાત સરકાર યુપી સરકાર સાથે કોઈ સમાયોજન સાધી જલ્દીથી તેઓના વતન પહોંચાડે તેવી આશા સાથે અત્યારે તો ટંકારામાં દિવસો ગુજારવા મજબૂર બન્યો છે.

- text