મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે રાધિકા ભારાઇની નિયુક્તિ

- text


મોરબીના પ્રૉબેશનલ ડીવાયએસપી મુકેશ ચૌધરીને સુરત ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટિંગ અપાયું

મોરબી : મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે રાધિકા ભારાઇની નિયુક્તિ થઈ છે. જ્યારે મોરબીના પ્રૉબેશનલ ડીવાયએસપી મુકેશ ચૌધરીને સુરત ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ગૃહ વિભાગ દ્વારા જીપીએસસી પાસ કરી જુદી જુદી જગ્યાએ પ્રોબેશનલ પિરિયડમાં રહેલા 19 ડીવાયએસપીને પોસ્ટીગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબીના પ્રૉબેશનલ ડીવાયએસપી મુકેશ ચૌધરી ને સુરત ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક અપાઈ છે. જ્યારે કચ્છ પૂર્વ- ગાંધીધામમાં પ્રૉબેશનલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાધિકા ભારાઈને મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક અપાઈ છે. ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાને મહિલા ડીવાયએસપી બન્નો જોશી બાદ બીજા મહિલા વિભાગીય પોલીસ અધિક્ષક મળ્યા છે.

- text

- text