મોરબીમાં 13 માસના બાળક અને 12 વર્ષની બાળકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા

- text


બન્નેના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા : કુલ 6 કેસ પેન્ડિગ

મોરબી : મોરબીમાં ગતરાત્રે કોરોનાના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં 13 માસના બાળક અને 12 વર્ષની બાળકીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્નેને સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરાયા છે અને આ બન્ને બાળકોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા છે.

મોરબીમાં ગતમોડી રાત્રે વધુ બે બાળકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેમાં મોરબીના નવા જાંબુડિયા ગામે રહેતા 13 માસના બાળક અને સરતાનપર ચોકડી પર રહેતી 12 વર્ષની બાળકીને ગતમોડી રાત્રે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ બન્ને બાળકોને મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ બન્ને બાળકોના સેમ્પલ લઈને રિપોર્ટ લઈને જામનગર મોકલાયા છે. આ સાથે ગઈકાલના 6 કેસ પેન્ડિગ થયા છે અને આ છ કેસના પેન્ડિગ રિપોર્ટ આજ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text