કોરોના સામેના જંગમાં નવયુગ શૈક્ષણિક સંકુલ સહાય કરવા ખડેપગે

- text


જરૂર પડ્યે બિલ્ડીંગ અને બસનો ઉપયોગ કરવા કલેક્ટરને અનુરોધ

મોરબી : કોરોના વાઇરસથી મોરબીમાં ફેલાયેલ પ્રર્વતમાન પરિસ્થિતીમાં મદદરૂપ થવા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પી.ડી.કાંજીયા દ્વારા જરૂર પડ્યે બિલ્ડીંગ અને બસનો ઉપયોગ કરવા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆત અનુસાર આ કપરી પરિસ્થિતીમાં તંત્ર દિવસ-રાત જોયા વગર માનવધર્મ નિભાવી રહયા છો તે ખરેખર કાબીલેદાદ છે ત્યારે આવા સંજોગોમાં એક જાગૃત નાગરીક તરીકે અને જાગૃત સંસ્થા તરીકે ફરજ બને છે કે કોઇપણ પ્રકારના સહકારની કે મદદની જરૂર હોય તો નવયુગ સંકુલ તૈયાર છે.

- text

મોરબી-રાજકોટ હાઈવે પર આવેલું નવયુગ શૈક્ષણિક સંકુલ કે જેમાં ઘણાં બધા રૂમ તેમજ એક મોટું રસોડું છે અને મોરબી નવા બસ સ્ટેન્ડની પાછળ પણ ઘણાં રૂમની સુવિધા છે તથા રવાપર રોડ પર નવયુગ કરીયર એકેડમીના રૂમો પણ ઉપલબ્ધ છે. આ ત્રણેય બિલ્ડિંગનો આપ યથોઉચિત ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. તેમજ બહારથી આવેલ પરપ્રાંતિયોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જે જટીલ સમસ્યા છે. તેના માટે 45 જેટલી સ્કુલ બસનો ગમે ત્યારે ઉપયોગમાં લેવા માટે અપીલ કરી મદદની તૈયારી દર્શાવી છે.

- text