મોરબીની નટરાજ ફાટક પાસે વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

- text


 

મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે એક વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ આગની જાણ થતાં જ ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઓલવી હતી. જો કે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ આગના કારણે વીજળી તેમજ ઈન્ટરનેટ સર્વિસ ખોરવાય છે.

- text