મોરબીમાં પોલીસે જરૂરિયાતમંદોને રાશન કીટોનું વિતરણ કરી માનવતા મહેકાવી

- text


મોરબી : કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે દેશભરમાં લોકોએ ‘Stay Home, Stay Safe’નું સૂત્ર અપનાવ્યું છે. આ પરિસ્થિતિમાં મોરબીમાં પણ લોકો જીવન જરૂરી ચીજ-વસ્તુઓ કે અનિવાર્ય કારણોસર લોકો ઘરની બહાર નીકળતા નથી. તેમજ જે લોકો કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરી બિનજરૂરી રીતે રસ્તાઓ પર નીકળે છે. તેની સામે પોલીસ ધોરણસરની કાર્યવાહી કરીને પોતાની ફરજ નિભાવી રહી છે. પોલીસ પોતાની ફરજ તો નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે પણ સાથે પોલીસ પોતાની સામાજિક ફરજ પણ ચુકી નથી.

- text

જે લોકો મજૂરી કરીને રોજનું રોજ કમાઈ છે, તેવા લોકો માટે લોકડાઉનની પરિસ્થિતિમાં ખાવાના ફાંફા ના પડે તે માટે પોલીસ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે મોરબી તાલુકા પોલીસે ઝૂંપડપટ્ટીના લોકોને 10 દિવસ ચાલે એટલા રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રફાળેશ્વર નજીક ઝૂંપડપટ્ટીમાં પીએસઆઈ સહિતના કાફલાએ ગરીબોને રાશનની કીટ આપી લોકોને ઘરે જ રહેવા અપીલ કરી હતી. આમ, તાલુકા પોલીસે ડ્યુટીની સાથે 250 જેટલા પરિવારોને દસેક દિવસ જમવાનો પ્રબંધ કરી સામાજિક ફરજ પણ નિભાવી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text