મોરબી જિલ્લામાં કોરોના સંદર્ભે ડોર ટુ ડોર સર્વેમાં તાવ, શરદીના લક્ષણો વાળા 4923 લોકો મળી આવ્યા

- text


મોરબી : રાજય સરકારની સુચના અને દિશા-નિર્દેશો મુજબ કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં મોરબી જિલ્લાના તાલુકા સ્તરથી લઇ ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્ય તંત્રના કર્મચારીઓ જોડાયા છે. આ કામગીરી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ઘરોની મુલાકાત લઇ સર્વે કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ગત ૨૩ માર્ચથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરકારી માહિતી ખાતાએ પ્રેસનોટ દ્વારા જાહેર કરેલી વિગત મુજબ દાવો કરવામાં આવ્યો છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધી ૧૯૩૯૭૯ ઘરોની મુલાકાત લઇ ૯૭૩૭૪૪ ઘરના સભ્યો અંગેની માહિતી એકઠી કરવામાં આવી છે. આ સર્વેની કામગીરી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ ઘરમાં રહેતા સભ્યોના શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતી બીમાર વ્યકિતઓ અંગે માહિતી મેળવે છે આ કામગીરી દરમિયાન શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતા ૪,૯૨૩ વ્યક્તિઓ મળી આવ્યા હતા. ઉપરાંત છેલ્લા ૧૪ દિવસમાં રાજયમાંથી પ્રવાસ કરીને આવેલ ૩૬૩ વ્યકિતઓ માલુમ પડેલ છે, જયારે વિદેશ પ્રવાસ કરીને આવેલ ૩૯ વ્યકિતઓનો સર્વે કરવામાં આવેલ છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text