મોટીબરાર પ્રા. શાળાના વિદ્યાર્થીની NMMS પરીક્ષાના મેરીટ લિસ્ટમાં પસંદગી

- text


માળીયા (મી.) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે નેશલન મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થઈ મેરીટ લિસ્ટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીઓને ધો. ૯ થી ૧૨ સુધીના અભ્યાસક્રમ દરમ્યાન દર માસે રૂ. 1000 શિષ્યવૃત્તિ એટલે કે કુલ 48000 જેટલી માતબર રકમ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. તાજેતરમાં જ વર્ષે 2019 માં લેવાયેલ NMMS પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં માળિયા (મી.) તાલુકાના મોટીબરાર ગામની સરકારી રત્નમણિ પ્રાથમિક શાળાના ધોરણ 8 નો વિદ્યાર્થી કાનગડ રાજ મેરામભાઈ એ 131 ગુણ સાથે પરીક્ષા પાસ કરી મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ તકે શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરા અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

- text