કોરોનાના કહેર વચ્ચે ટંકારાના પ્રા. આરોગ્ય કેન્દ્રમાં ફાળવેલા ફોગીગ મશીનના ઉપયોગની હજુ પણ જોવાતી રાહ!

- text


જાન્યુઆરીમાં ફાળવેલા ફોગીગ મશીનનો હજુ સુધી ઉપયોગ ન થતા તંત્રની નિષ્ઠા સામે સવાલો ઉઠ્યા

ટંકારા : ટંકારાનુ પ્રાથમિક આરોગ્ય વિભાગ આળસુ હોય તેમ જાન્યુઆરીમાં આપેલા ફોગિંગ મશીન ફોટો સેસન્સ માટે જ હોય તેમ હજુ સુધી તેનો ઉપયોગ થયો નથી. હાલ કોરોનાના હાહાકાર અને મિશ્ર ઋતુમાં મરછરના ઉપદ્રવમાં આ મશીનને વાપરવા માટે બ્રહ્મમુહૂર્તની રાહ જોવાઇ રહી હોય તેવી સ્થિતિ છે. જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રની આ ફોગીગ મશીન ફાળવી દેવા બધા? માત્ર આપી દેવાથી આ કામગીરી પુરી થતી નથી. એનો ઉપયોગ થાય છે કે નહીં એ જોવાની પણ તેમની જવાબદારી હોય છે. છતાં આ બાબતે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેતું નથી.

- text

નવા વર્ષ બેસવાની સાથે જ જિલ્લા પંચાયત મોરબી દ્વારા ટંકારાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા મચ્છરના અને ડેન્ગ્યુના દર્દીને આગોતરી રાહત અપાવવાના ઉમદા આશયથી ફોગિંગ મશીન આપી આગોતરું આયોજન કરવા આધુનિક મંશિનો આરોગ્ય વિભાગને સોંપ્યા હોવા છતાં આરોગ્ય વિભાગ આળસુ થઇને આધુનિક મશીનોને વાપરવા માટે બ્રહ્મમુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેમ આ મશીનો વાપર્યા વિના જ પડ્યા છે. ત્યારે આ મશીનો કોણ ક્યારે અને કોના માટે ઉપયોગમાં લેવાશે એવા સવાલો હાલ ઊભા થયા છે. સાથે જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા જે રીતે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને આ મશીનની સોપણી કરી હતી અને ફોટા પણ પડાવ્યા હતા ત્યારે સદસ્યોએ પણ લોકોના આરોગ્ય બાબતે જાગૃત થઈ જવાબદારોના કાન આંમળવાને બદલે જવાબદારીથી મુખ ફેરવી લીધા હોવાનું લાગી રહ્યું છે.

હાલ કોરોના કહેર વચ્ચે શહેરમાં મિશ્ર ઋતુ ચાલી રહી છે ત્યારે ટંકારામાં મચ્છરના ઉપદ્રવો અને રોગચાળો પણ વકર્યો છે ત્યારે જો ફોગિંગ મશીનનો ઉપયોગ કરવામાં ન આવે તો પછી આવા મશીનનું કામ શું છે? તેવો લોકો બળાપો ઠાલવી રહ્યા છે. સાથે ટંકારાના સરપંચ અને સંસ્થા દ્વારા મશીનમાં વપરાતુ ઈધણની પૂર્તિ માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ જાગે તો આ ટંકારામા રોગ ભાગેની વાતો વહેતી થઈ છે. ત્યારે જોવુ એ રહ્યું કે આળસુ આરોગ્ય વિભાગ કોરોના ના કહેર વચ્ચે કમર કસીને કામ કરે છે કે નહી?

- text