મોરબીમાં દિવ્યાંગે 4-5 કિ.મી. ચાલી અબોલ જીવોને ખોરાક પૂરો પાડી લોકોના દિલ જીત્યા

- text


મોરબી : મોરબીના દિવ્યાંગ યુવાને મુંગા-અબોલ જીવોની જિંદગીમાં દિપ પ્રગટાવી માનવતા મહેકાવી, દિવ્યાંગ ભલે હોય પણ દિલ દરીયા જેવુ હોવાનુ સાબિત કરી દીધુ છે.

આજે સવારે લાલપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા દિલિપભાઈ દલસાણીયા રોજ આદત મુજબ જ્યારે રસ્તા પર નીકળતા હોય ત્યારે રસ્તા પર ઉભા અથવા ચાલતા લોકોને લિફ્ટ માટે પૂછતા હોય છે. એમાં મોટાભાગે કોઈ બુઝુર્ગ અથવા શાળાએ જતા બાળકો વધુ હોય છે. ત્યારે ગઈકાલે તેઓએ સુરેશભાઈ (દિવ્યાંગ વ્યક્તિ)ને લિફ્ટ માટે પૂછ્યું અને તેમને એક્ટિવા પર બેસાડ્યા. ત્યારે તેઓને જાણવા મળ્યું કે સુરેશભાઈ છેલ્લા ૫ વર્ષથી રોજ સવારે ૪ થી ૫ કિલોમીટર ચાલતા-ચાલતા પક્ષીઓને ચણ અને કુતરાઓને બિસ્કિટ ખવડાવે છે.

- text

ઉલ્લેખનીય છે કે પોતે દિવ્યાંગ હોવાથી ચાલવામાં તકલીફ પડતી હોવા છતાં બિસ્કિટ અને ગાંઠિયાની થેલી ઉપાડીને, તેઓ રોજના 4 થી 5 કિલોમીટર ચાલીને જાય છે. દિલિપભાઈ દલસાણીયાએ સુરેશભાઈને જ્યારે પૂછ્યું કે તમને આ બધી વસ્તુ કોણ આપે છે તો તેમણે મને જવાબ આપ્યો કે “રસ્તા પર ચાલતા લોકો તેમને જે પૈસા વાપરવા આપે છે, એ પૈસાથી તેઓ આ ચણ અને બિસ્કિટ ખરીદે છે અને પક્ષીઓને અને કુતરાઓને ખવડાવે છે.”

વધુમાં દિલિપભાઈએ જણાવ્યું હતું કે એક બાજુ અમુક લોકો કોરોના જેવી ભયંકર મહામારી હોવા છતાં પોતાની સ્વાર્થીવૃત્તિથી મજબુર લોકોને લૂંટવાનું છોડતા નથી ત્યારે એક સુરેશભાઈ જેવા લોકો દિવ્યાંગ હોવા છતાં પોતાની માનવતા મેહકાવવાનું ચૂકતા નથી. જેથી, સુરેશભાઈએ લોકોના દિલ જીતી લીધા છે અને લોકો એમના આ પ્રેરણાદાયી કાર્યની પ્રશંસા કરી રહ્યા છે.

- text