વિરપર પાસે છરીની અણીએ રૂ. 10 હજારની લૂંટ : લૂંટારુઓ પોલીસના સકંજામાં

- text


બન્ને લૂંટારુઓ ભાગતી વખતે બાઇક સ્લીપ થતા એક પોલીસની ઝપટે ચડી ગયો અને બીજાને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આજે બપોરે એક બાઇક સવાર યુવાનને છરી બતાવી રૂ. 10 હજારથી વધુ રકમની લૂંટ ચાલવીને બે લૂંટારુઓ બાઇકમાં ભાગી રહ્યા હતા. પણ કમનસીબે બન્ને લૂંટારુઓના બાઇક સ્લીપ થતા નાની-મોટી ઇજાઓ થવાથી હાલ એક લૂંટારું પોલીસની ઝટપે ચડી ગયો હતો. જ્યારે બીજા લૂંટારુંને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે આજે બોપરે સરજાહેર લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક સવારને છરી બતાવી ડબલ સવાર બાઇકમાં આવેલા બે શખ્સો રૂ. 10 હજારથી વધુ રકમની લૂંટ ચલાવી હતી. આ લૂંટ ચલાવીને બન્ને શખ્સો બાઇક લઈને ભાગતા હતા. તે વખતે તેમનું બાઇક સ્લીપ થતા બન્ને રોડ ઉપર પટકાયા હતા અને લૂંટારુઓને ઇજા પહોંચી હતી. બાઇક સ્લીપ થવાને કારણે એક શખ્સ ટંકારા પોલીસની ઝપટે ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજા શખ્સને ઇજા થતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું અને આ શખ્સ પણ પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે લૂંટનો ભોગ બનનારનો પુત્ર નવયુગ સ્કૂલમાં ભણતો હોય એને મળવા કે ફી ભરવા આવ્યા હોવાનું પોલીસનું તારણ છે. ત્યારે રસ્તામાં લૂંટ થયા બાદ લૂંટારુંઓનું બાઇક સ્લીપ થતા સ્થાનિક લોકોએ આરોપીને દબોચીને પોલીસને હવાલે કરી દેતા પોલીસે આ અંગે વિધિવત ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text