પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા મોરબીના ખેડૂતોને રૂ. ૧૦ લાખ સુધીની સહાય કરાશે

- text


આઈ-ખેડુત પોર્ટલ ઉપર ૩૦મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના ખેડૂત વર્ગને પોસ્ટ હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અને મેનેજમેન્ટ કોન્સેપ્ટ તરફ વાળી પ્રોત્સાહન આપવાના હેતુથી તાલુકાથી ગ્રામ્ય કક્ષા સુધી દરેક વર્ગના ખેડૂતો પાસેથી ધાન્ય, કઠોળ, તેલીબિયાં અને મરીમસાલા પાકનું મુલ્યવર્ધન યુનિટ સ્થાપવાની યોજના સરકારે અમલમાં મુકી છે. આ યોજનાનો લાભ દરેક વર્ગના ખેડુત, ખેડુત ગ્રુપ, રાજ્ય કૃષિ યુનિવર્સીટીનો કોઈ પણ ડીપ્લોમાં સ્નાતક- અનુસ્નાતક અને બીઆરએસ,મહિલા ખેડુત, ગ્રામ્ય વિસ્તારનું સખીમંડળ, ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રુપ અને સહકારી મંડળીને મળી શકશે.

- text

તેમાં સહાયનું ધોરણ પ્રોજેક્ટ બેઇઝ પ્રોસેસિંગ યુનિટમાં ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૦ લાખ બેમાંથી જે ઓછુ હોય તે સહાય બેંક મારફત આપવામાં આવશે. ક્લીનર, ગ્રેડર, કલર સોર્ટર, બેગ ફિલીંગ એન્ડ સીલીંગ મશીન, મિની ઓઈલ મિલ, પેકેઝીંગ અને દળવા માટે ઘંટી સહિતના સાધન-મશીનરીનો સમાવેશ થાય છે. તેનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલમાં ૩૦મી એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના પ્રોજેક્ટ આધારિત રહેશે. તેમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ૩૦ દિવસની અંદર બેંક લોન એપ્રેઈઝલ લેટર સાથે પ્રોજેક્ટ રિપોર્ટ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની કચેરી (૨૩૦, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી-૩૬૩૬૪૨) ખાતે રજુ કરવાનો રહેશે.તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીની યાદીમાં જણાવેલ છે.

- text